M.SC કોલેજ પ્રવેશ પ્રક્રિયા બાબત

એમ.એસ.સી. અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના :


જો તમે બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ એડમિશન લેવા માટે જવાનું રહેશે . તમારા લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ M.Sc. Admission નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ : 25-08-2022 થી 27-08-2022 સાંજે 5:00 વાગ્યા સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી, પ્રિન્ટ લઇ કોલેજ પર એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે.

એડમિશન મળેલ કૉલેજમાં વિદ્યાર્થીઓએ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને જવું,

1. યુજી સેમેસ્ટર 1 થી 6 ની ઓરીજનલ માર્કશીટ

2.જાતિ માટેના જરૂરી પ્રમાણપત્ર (જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય)

3. Sub-category માટેના જરૂરી પ્રમાણપત્ર (જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય)


નોંધ:

વિદ્યાર્થીઓએ પ્રિન્ટ લઈને કોલેજે કન્ફર્મ કરાવવા જવાનું રહેશે.

જો વિદ્યાર્થીએ આપેલા ઓનલાઇન ડોક્યુમેન્ટ અને ઓરીજનલ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો એડમિશન રદ કરવામાં આવશે.


નોંધ:

જે વિદ્યાર્થીને એડમિશન મળેલ હશે તેના લોગીનમાં નીચે આપેલા બટન દેખાશે :

1) વિદ્યાર્થીએ સિલેક્ટ કરેલી પ્રથમ કૉલેજમાં જ એડમિશન મળે છે તો તેના લોગિન માં એક જ બટન Confirm આવશે

2) વિદ્યાર્થીએ સિલેક્ટ કરેલી બીજી , ત્રીજી.......કૉલેજમાં એડમિશન મળે છે તો તેના લોગિન માં ત્રણ બટન Confirm, Confirm and Next, Next આવશે.


કન્ફર્મ (Confirm) :

અત્યારે જે કોલેજમાં એડમિશન મળે છે તે કૉલેજમાં ઓનલાઇન પેમેન્ટ કરી કોંલેજ પર કન્ફર્મ કરવાનું રહેશે. આવા વિધાર્થીઓને આગળના રાઉન્ડમાં એડમિશન ફાળવવામાં આવશે નહિ.


કન્ફર્મ અને નેક્સટ(Confirm And Next) :

અત્યારે જે કોલેજમાં એડમિશન મળે છે તે કૉલેજમાં ઓનલાઇન પેમેન્ટ કરી કોલેજ પર કન્ફર્મ કરાવવું ફરજીયાત છે. જો આગળ રાઉન્ડ કરવામાં આવશે તો અત્યારની કોલેજમાં મળેલ એડમિશન કે તેની ઉપરની કોલેજમાં એડમિશન મળતું હશે તો આપવમાં આવશે બાકી અત્યારે મળેલ કોલેજમાં તો એડમીશન કન્ફર્મ જ રહેશે.


નેક્સટ (Next) :

અત્યારે જે કોલેજમાં એડમિશન મળે છે તે કૉલેજમા એડમિશન લેવા માંગતા નથી તો નેક્સટ બટન પર ક્લિક કરવાથી અત્યારના રાઉન્ડમાં મળેલી કૉલેજ અને તેની નીચેની કોલેજ રદ કરવામાં આવશે.

16 views

Recent Posts

See All

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારી સેમ-2 અને સેમ-4 ની પરીક્ષાનો કાર્યક્રમ તેમજ સીટ નંબરની યાદી આવી ગયેલ છે તો તમામ વિદ્યાર્થીઓએ ચેક કરી લેવુ ( ફરજીયાત] ) * અન્ય કોઈ મુશ્કેલી જણાય તો નીચે આપેલ નંબર

B.A/B.COM/B.SC SEM-5 ના રેગ્યુલર તેમજ રીપીટર પરીક્ષાના ફોર્મ તારીખ :- 28/11/2021 સુધી ભરવાના ચાલુ છે તો તમામ વિદ્યાર્થીઓએ કોલેજમાં રૂબરૂ આવી ફોર્મ ભરી જવા... ડોક્યુમેન્ટ:- Ø પાસપોર્ટ સાઇઝનો ફોટો-1 Ø ત